રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સમગ્ર ગુજરાત માં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાના કારણે શાકભાજી સહિત ખેતીના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે.નર્મદા જિલ્લામાં પણ ઘણાં શાકભાજીની ખેતી થાય છે છતાં ભારે વરસાદના કારણે આવક ઘટતાં ખેડૂતો પણ ભાવ વધારો લેવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટાપાયે પાકને ભારે નુકસાન થતા બહાર થી આવતા અન્ય શાક પણ ખૂબ મોંઘા થતા ગૃહિણીઓ નું બજેટ ખોરવાતા શાકભાજી ની રોજિંદી ખરીદી પર કાપ મુક્યો છે.આમ તો જ્યારે જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે ગૃહિણીઓ પાસે એક માત્ર ડુંગળી બટાટા નો વિકલ્પ હોય છે પરંતુ હાલ બટાટા ના ભાવ પણ વધતા ગરીબ અને મધ્યમ પરિવરો ના ભોજન માંથી જાણે શાકભાજીની બાદબાકી થઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.
એક તરફ હાલ ધંધા રોજગાર ના ઠેકાણા નથી તેવા સંજોગો માં શાકભાજી પણ મોંઘા થતા જાયે તો જાયે કહા ની જેમ ખાયે તો ખાયે ક્યાં જેવો ઘાટ જોવા મળ્યો છે.જેમાં સૌથી વધુ તકલીફ ગરીબ ,મધ્યમ પરિવારો માં જોવા મળી રહી છે.