રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મગફળીના પાકમાં ઈયળ અને ફૂગ જોવા મળી રહી હોવાથી ખેડૂતો ચિંતામાં પડ્યા છે. મગફળી માં હાલ જોઈએ તો ૫૦ ટકા જેટલું નુકશાન થસે એવું લાગી રહ્યું છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો ખર્ચ થતો હોય છે જેવો કે દવા, બિયારણ, નીદણ, કપાસની મજૂરી, ખાતર વગેરે ખર્ચ વેઠવો પડે ત્યારે મગફળી તૈયાર થાય છે.મગફળીના પાકમાં એક વિધામાં ૨ મણ બિયારણ વાવેલ છે જેનો ખર્ચ એક મણનો ભાવ ૨૫૦૦ લેખે ૫૦૦૦ હજાર નું બિયારણ એક વિધામાં થાય છે બીજા અન્ય ખર્ચ જેવા કે ખાતર, દવા , વીજળી બિલ વગેરે ગણતરી કરતા ૮૦૦૦ થી ૯૦૦૦ રૂપિયા નો ખર્ચ માત્ર ઉગાડવા માટે થાય છે બાકીના અન્ય ખર્ચ જેવા કે નિંદામણ, ડીઝલ, મજૂરી વગેરે ખર્ચ વધારાના વેઠવા પડે છે જેના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.ખેડૂતોને મોંઘી દવાનો ખર્ચ ઉઠાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે પણ પાકમાં નુકશાન જાય તો બીજું શું કરી શકે? જેની પણ મોટી સમસ્યા ખેડૂતોને સતાવી રહી છૅ આમ ને આમ ખેડૂતોને તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો લાચાર છે એટલે દુઃખ વેઠવા પડે છે.ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે.આવા સંજોગોમાં ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે સરકાર પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરે અને સાથે બોનસ આપે જેથી ખર્ચ માં સરભર કરી શકાય અને નુકશાન થયું છે એની સામી થોડી રાહત મળી રહે.
