રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
બિલેશ્વર મહાદેવ નો ઇતિહાસ ઘણા વર્ષો પહેલા બિલેશ્વર મહાદેવની જગ્યાએ બિલ્વ ઋષિનો આશ્રમ હતો ત્યાં બિલ્વ ઋષિ તપ કરતા હતા અઘોર તપસ્યા કર્યા પછી ભગવાન મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા પછી ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને નીલકંઠ મહાદેવ નામે જાણીતું સ્થળ થયું હતું બિલ બિલ ઋષિ દરરોજ શિવલિંગનું પૂજન-અર્ચન કરતા બિલ્વ ઋષિ દરરોજ શિવલિંગનું પૂજન-અર્ચન કરતા હતા તો ક્યારેક અદ્રશ્ય શિવલિંગની પૂજા થતી હતી ત્યારબાદ નીલકંઠ મહાદેવની આજુબાજુ બિલ્વ વૃક્ષ હતા તેથી ભાવિક ભક્તોએ નીલકંઠ મહાદેવ ઉર્ફે બિલેશ્વર મહાદેવ નામ રાખ્યું.જ્યારે ભક્ત બોડાણા દ્વારિકાથી ભગવાન શ્રીકૃષ્ણને ગાળામાં લઈને ડાકોર આવ્યા હતા ત્યારે બિલેશ્વર મહાદેવ ની જગ્યાએ વિસામો કર્યો હતો બિલેશ્વર મહાદેવ ની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્ત બોડાણા ગાડા પર સંવત ૧૨૧૨ કારતક માસે આવ્યા હતા ૭૫૬ વર્ષ પહેલાનું બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ માસ અને શિવરાત્રી નિમિત્તે ભગવાનના ખૂબ અદ્ભુત શણગાર કરવામાં આવે છે ત્રણ ઘીના કમળ અને ઘીના બિલ્વપત્ર મહાદેવને અર્પણ અને પૂજન કરવામાં આવે છે બિલેશ્વર ભગવાન ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે.