રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેર માંથી પસાર થતો ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવે રોડ, રોકડીયા હનુમાન મંદિર, મછુંદ્રી નદી નો પુલ, વડલા ચોકી, બસ સ્ટેશન, ત્રિકોણબાગ, જાહેર બાગ, શાકમાર્કેટ, ટાવર ચોક, ગોધરા ચોક, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ રોડ ના રોડ ભારે વરસાદ અને ભારે વાહનોના કારણે એક ફૂટ ઊંડા ત્રણથી ચાર ફૂટ પહોળા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અકસ્માત થતાં બીમારીનો ભોગ બની રહ્યા છે ઘણી વખત રજૂઆત કરવા છતાં રોજ મરામત કરાતો નથી. તેથી આજે સવારે સામાજિક એકતા જાગૃતિ મિશન ના આગેવાન વિનોદભાઈ બાંભણિયા માં તમામ કાર્યકરોએ રોડ ઉપર બેનરો લઇ ચક્કાજામ કરી. રોડ વચ્ચે ના ખાડામાં વૃક્ષારોપણ કરી નેશનલ હાઈવે ખોટ માં ફાળો કરો, હાઈવે અધિકારી યોજના પ્રજા ત્રસ્ત છે રોડ ના બેનર લઈને ઊભા રહી ચક્કાજામ કરી વાહન ચાલકો તથા દુકાનદારો પાસે ફાળો ઉઘરાવ્યો હતો. ત્યાં નાયબ કલેકટરની મોટર આવતા રોકાઈ હતી. પોલીસ પણ આથી કાર્યકરોને વિખેરી રસ્તો ખુલ્લો કર્યો હતો રોડ ક્યારે મરમત થશે તેનો કોઈ અધિકારી જવાબ આપતા નથી કાર્ય કરો ફાળો ઉઘરાવી મરામત કરાવે તેવી વાહનચાલકોની માંગણી છે.