રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતનો પ્રિય તહેવાર ગણાતો ગણેશ ચતુર્થીના પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા ત્યારે રાજપીપળામાં માટીની ગણપતિ બાપાની મૂર્તિઓનું વેચાણ શરૂ થયું રાજપીપળામાં બે ફૂટ થી નાની મૂર્તિનું વેચાણ કરતા વેપારી નજરે પડ્યા ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇને ગણપતિ બાપા નો આ તહેવાર દર વર્ષે ની જેમ ઉજવાઈ તેમ નથી પરંતુ રાજપીપળાના શ્રદ્ધાળુઓ બાપા ની દસ દિવસ સુધી પૂજાઅર્ચના કરી પોતાના ઘરે જ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરશે.
કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કોઈ ઉજવવાની પરમીશન આપી નથી જેમ દર વર્ષ બાપાની દસ દિવસ પુજા અર્ચના તેમણે વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે તેમ આ વર્ષે નહીં આવે પરંતુ દસ દિવસ પૂજા-અર્ચના કરી ગણપતિ બાપાનું ઘરેજ વિસર્જન કરીશું તેવા ઉત્સાહ સાથે રાજપીપળાના શ્રદ્ધાળુઓએ બાપાની મૂર્તિને ઘરે લઈ ગયા હતા.