રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી
કાલોલ તાલુકાના ખંડેવાડ ગામે આજરોજ પશુપાલક પોતાના પશુઓ ગામની ગૌચર જમીનમાં ચરાવવા લઈ ને ગયા હતાં. અચાનક એક ભેંસ ચરતાં વિજથાભલા પાસે પોંહોચી જતાં વીજ પોલ પરના ટ્રાન્સફોર્મર પરથી જમીન પર ઊતરતાં અરથીંગ વાયરને ઝપટાઈ જતાં સ્થળ પરજ ગર્ભવતી ભેંસનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાતાં પોલીસ ટીમ, એમ.જી.વી.સી.એલની ટીમ અને પશુ ડૉક્ટર સહીતની ટીમ ખંડેવાડ ગામે પોંહચી યોગ્ય કાર્યવાહી હાથ ધરી એમ.જી.વી.સી.એલની નિષ્કાળજીને કારણે પશુપાલકનેે એક આવકનો ફટકો પડ્યો હતો.