રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
રાજકોટ શહેરની ભાગોળે નવાગામ પાસેથી ૩ દિવસ પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા ટ્રક ચાલકને કલીનરે જ બેફામ મારમારી ગટરમાં ફેકી દીધો હતો. આજે તે યુવાન ભાનમાં આવતા પોલીસને જાણ કરાઈ છે. ધ્રોલમાં ગાયત્રીનગરમાં રહેતો ટ્રક ચાલક નારણભાઈ બુટાભાઈ બાંભવા (ઉ.૩૫) નામનો ભરવાડ યુવાન ગત તા.૧૫ ના રોજ નવાગામ સાત હનુમાન પાસેથી ગટરમાંથી ઈજાગ્રસ્ત અને બેભાન જેવી હાલતમાં મળ્યો હતો. જે આજે ભાનમાં આવતા પોતાને ટ્રકના કલીનર ઓરંગાબાદના મુન્ના હજારીએ બેફામ મારમારી હાથ ભાંગી નાંખી ગટરમાં ફેંકી દીધાનું જણાવ્યું હતું. તેણે કલીનરને રાત થઈ ગઈ હોવાથી ટ્રક હોલ્ટ કરવાનું કહેતા કલીનરે ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી છે.