રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રી શ્રી કીરેન રીજુજુ દ્વારા તા.૧૫ ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભારતમાં ફીટ ઇન્ડિયા મૂવમેંટના ભાગ રૂપે ‘ફીટ ઇન્ડિયા યુથ ક્લબ’ કાર્યક્રમનો શુભારંભ વેબ કાસ્ટ ઉપર કરવામાં આવ્યો. કાર્યક્રમ જોવા માટે નેહરુ યુવા કેન્દ્ર દાહોદે આયોજન કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ. અને એન.સી.સી. ના યુવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોતાના આરોગ્યની કાળજી રાખવા માટે ગામેગામ ફીટ ઇન્ડિયા યુથ ક્લબ ગોઠવવામાં આવે. જે લોકોને તેમના આરોગ્ય માટે પ્રેરણા આપે અને ફીટ ઇન્ડિયાને લગતી પ્રવૃતિઓને વેગ આપે તે માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ યુવાનો પોતાના જિલ્લામાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ શરૂ કરવા આહ્વાન કર્યું હતું. સાથે કાર્યક્રમમાં જોડાયેલ તમામ યુવાનોને દાહોદ જિલ્લામાં પણ આ ઝુંબેશ પુરજોશમાં ગામેગામ ચલાવવા જિલ્લા યુવા અધિકારી અજીત જૈને જણાવ્યું હતું.