કોરોનાની મહામારીના સમયમાં આજરોજ શહેરા તાલુકાની નરસાણા સેન્ટરની તમામ (૯) અને અણીયાદ સેન્ટર (૩) ની એમ કુલ ૧૨ શાળાઓમાં માસ્કવિતરણ કાર્યક્રમ ઉજવાયો. સદર કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માનનીય વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ,ની અધ્યક્ષતામાં યોજાયો. જ્યાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. મહેમાનઓનું સ્વાગત પુષ્પગુચ્છ,સાલ તથા મોમેન્ટ આપી કરવામાં આવ્યું.પાંચ શિક્ષિકા બહેનોને માસ્ક આપી વિતરણ ની શરૂવાત થઈ. ત્યારબાદ તમામ ૧૨ શાળાઓના ૨૩૭૦ વિદ્યાર્થીઓની એન-૯૫ માસ્ક ની કીટ મહેમાનો દ્વારા અર્પણ કરવામાં આવી. વૃક્ષારોપણ કરી “ચાલો શ્વાસ રોપીએ ” નો મંત્ર સાર્થક કરવામાં આવ્યો. ત્યારબાદ ગ્રુપ ના સભ્ય દ્વારા આભારવિધિ થઈ. જેમાં શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બંને બીટના બીટ કેળવણી નિરીક્ષક સાહેબઓ,જિલ્લા શૈક્ષણિક ઘટક સંઘ પ્રમુખ, જિલ્લા પ્રતિનિધિ, તાલુકાના શિક્ષકોના બંને સંઘ તથા તમામ શાળાઓના શિક્ષકમિત્રો,તથા ગ્રામજનો ની ઉપસ્થિત રહ્યા.બીગ હુમન ટીચર્સ ગ્રુપના કારોબારી સભ્ય કલ્પેશભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ,ચેતન પટેલ,બાબુભાઇ.એ.બારીઆ, અલ્પેશભાઇ પટેલ, ભરતભાઇ ભોઈ, રાઉલજી જયપાલસિંહ, જીગરભાઈ પટેલ દ્વારા આવેલ સર્વ મહેમાન ઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યા.સદર કાર્યક્રમમાં સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોવિડ-૧૯ ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું.