વડોદરા: ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવમાં યુવાનનું ડૂબી જવાથી મોત..

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવ માં લોક ટોળા માંથી જાણવા મળેલી વિગત મુજબ ગત રોજ એક યુવાન ન્હાવા જતાં તે ડૂબી ગયો હતો. જેનો ગતરોજ ડભોઇ ફાયર ટીમ ને જાણ કરતાં ડભોઇ ફાયર ટીમ દ્વારા તેના મૃતદેહ ને શોધવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે વડોદરા ફાયર ટીમ ની પણ સહાય લેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી યુવાનનો મૃતદેહ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ સહિત ફાયર ટીમ પણ ઘટના સ્થળે આવી શોધખોળ કરી રહી છે. નાંદોદી ભાગોળ વિસ્તાર માં આવેલ સિતળાઈ તળાવ માં લોક ટોળા માંથી જાણવા મળેલી વિગત ગત રોજ એક અજાણ્યો યુવાન તળાવ માં ન્હાવા ગયો હોય જે ડૂબી જતાં આસ પાસ ના રહીશો એ સવારે તેની જાણ ડભોઇ ફાયર ટીમ ને કરી હતી. જ્યારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી તેની શોધખોળ માટે ની તાજવીજ હાથ ધરી છે હાલ યુવાન ને શોધવા માટે વડોદરા અને ડભોઇ ની ફાયર ટીમો ઘટના સ્થળે છે છેલ્લા ૬ કલાક થી યુવાનને શોધવા માટે ની કાર્યવાહી થઈ રહી છે યુવાન ની ઓડખ પણ હજી સુધી અકબંધ છે તળાવના પાણીમાં ડૂબી જનાર યુવાન કોણ છે? કયા ગામનો છે ? શું નામ છે ? અને કયા કારણસર ડૂબી ગયો છે . તેના મૃત દેહ મળે તેની ઓળખ થઈ શકે તેમ છે જ્યારે ડભોઇ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *