રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
ગુજરાત રાજયની રૂપાણી સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.રાજ્યના ૫ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય-સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવામાં આવશે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં ૭૦ માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર સી.ગઈ.ડી.સી.આર માં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આવી મોટી ઇમારતો માટે અમદાવાદ-રાજકોટ-ગાંધીનગર-સુરતમાં મંજૂરી આપવામાં આવશે.