સાબરકાંઠા: પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચરોડ રોડ બન્યો ખાડારીયો રોડ..

Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખાડારીયો રોડ વાહન ચાલકો દ્વારા અનેક વાર રજુઆતો બાદ પણ જવાબદાર તંત્ર ઘોરનિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખડારીયો રોડ એપ્રોચરોડ ઉપર ઠેરઠેર મોટામસ ખાડા પડતા હાલ ચોમાસા ની ઋતુમા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા રોડ ઉપર પડેલ ઠેરઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા રોડ ઉપર અવરજવર કરતા કેટલાય ટુ વ્હીલર વાહન ચાલકોએ ખાડાની ગહેરાઇ માપી છે તો કેટલાય વાહન ચાલકોએ ખાડાઓને લઈને હાથપગ પણ ભાગ્યા છે તો વાહન ચાલકો વાહનો સાથે નીચે પટકાતા તેમણા વાહનોને પણ નુકસાન થતા વાહનચાલકોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે તો અનેકવાર નાના મોટા વાહન ચાલકો તથા અવરજવર કરતા તથા આ વિસ્તાર ના રહીશો દ્વારા રજુઆતો બાદ પણ હાલતો જેની જવાબદારી છે તે જવાબદાર આર.એમ.બી વિભાગ જાણે કોઇ મોટા અકસ્માત ની રાહ જોતું હોય તેવુ જણાઈ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *