સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ ગયો..

Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ હતો

રાજસ્થાન ઉપરવાસમાં વરસી રહેલા સાર્વત્રિક મેઘ મહેરના કારણે આજરોજ વિજયનગરના ખોખરા ગામ પાસેથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા.નદીમાં નવા નીર આવતા બ્રિજ બંને સાઇડ રસ્તો પાણીમાં ધોવાયો ગયો હતો. કેલાવ આ ગ્રુપ ગ્રામ પંચાયત ચાર દિવસ પહેલા પંચાયતનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો તે નદીમાં ઘોડાપુર ઉમટયા હતા પંચાયતના કેમ્પસ માં કોટ ની દીવાલ પણ ધરાશાયી થઈ હતી અને પંચાયતના પાછળ ના ભાગમાં પાણીના બંને ટાંકા બનાવ્યા હતા અને એક રૂમ પણ બનાવેલો હતો તે પણ એક ધરાસાઈ થયો હતો અને એક ટાંકો આશરે ૧૫ ફૂટ ખસેડાયો છે ,હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા અને કેલાવા નદીના બાજુમાં જે માલિકીની જમીન આવે છે ત્યાં નદીના પાણી નીર પ્રવેશતા ખેડૂતો નું પાકનું પણ નુકશાન થવા પામ્યું છે. અને માથે હોડીને રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ ખેડૂતો દેખાઈ રહી છે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો અને હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા જાણ વિજયનગર અધિકારી મળતા વિજયનગરના તમામ અધિકારી અને પદાધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ગામ લોકો જોડે મળી જે પણ નુકસાની થઈ છે તેની સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *