રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
ભાટિયા નજીક કાર અકસ્માતમાં ત્રણને ઇજા થતાં સારવારમાં: ખંભાળિયા પાલિકાના એબ્યુલન્સ ડ્રાઈવરે ઇજાગ્રસ્તોના લાખોની કિંમતના દાગીના પરત કરી પ્રામાણિકતા દાખવી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીક કારને અકસ્માત નડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજાઓ થવાથી સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને લેવા માટે ગઈ હતી ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવર નિરુભા ઝાલાએ રોડ પર પડેલા લાખો રૂપિયાના દાગીના જોતા તેમને સુરક્ષિત રીતે લઈ પાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીને સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.