રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના માલવણમા રાષ્ટ્રધ્વજના અપમાનનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા વિરોધ દર્શાવવા માં આવ્યો છે. માલવણ ગામમાં આવેલ તળાવની પાળ પર તિરંગા કલર થી દોરવામાં આવ્યુ છે અને તેની બાજુમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીના કારણે અત્યંત દુર્ગંધ ફેલાઈ રહી છે એક તરફ દેશના જવાન મિત્રો સરહદ પર રહીને ભારતની ભૂમિની રક્ષા કાજે શહીદ થઇ રહ્યા છે ત્યારે ગળતેશ્વર તાલુકાના માલવણ ગામે તિરંગાનું હડહડતું અપમાન થતું હોવાનું દેખાઈ રહ્યું છે.ત્યારે આ કલર કોણે કરાવ્યો તેની તપાસ થવી જોઈએ. અને તેની સામે કાયદાકીય પગલાં લેવા માં આવે તેવી જાગૃત નાગરિકો ની માંગ ઉઠી છે.