રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર
કોરોના મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે સરકાર કડકાઈથી પાલન પણ કરાવી રહી છે તેમજ માકસ વિના જણાએ તો એક હજાર રૂપિયાના દંડ વસૂલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસમાં ફરજિયાત સોશિયલ ડીસ્ટન નું પાલન પણ થયી રહું છે અને પાલન ના કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે ભાભર મુકામે જાણે કોઈ કોરોના નો ડર ના હોય તેમ ભાભર ની દેના બેન્ક આગળ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો બેંકનો સિક્યુરિટી ગાર્ડ ખુરશી પર આરામથી બેસી રહ્યો છે લોકોનું ટોળુ ભગવાન ભરોસે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. સરકારી બેંક બહાર આ રીતે કાયદાનું પાલન કર્યા વિના લોકો લાઈનમાં ટોળા સાથે ઉભા હોય અનેક લોકોમાં ખચકાટ અનુભવ્યો હતોઅમુક લોકો તો કોરોના ના ડરના કારણે કામ સિવાય ઘરની બહાર પર નથી નીકળતા તેમ જો બહાર કામથી જવાનું થાય તો માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીને બહાર નીકળતા હોય છે પરંતુ બેન્કનું કામ હોય તે લોકો આ ટોળુ જોઈ ખચકાટની લાગણી અનુભવી ના છૂટકે લાઈનમાં પણ ઉભુ રહેવું પડે છે એક તરફ કોરોના નું સંક્રમણ ન ફેલાય તે હેતુસર સરકાર દ્વારા નિયમો બનાવી સોશિયલ ભંગ થાય તેવી દુકાનોદારો તેમજ મોટા શોપિંગ મોલ પર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે આ દરમિયાન ભાભર દેના બેન્ક ની બહાર પણ સોશિયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળ્યો હતો તો શું બેંકના વ્યવસ્થાપક પર કાર્યવાહી કેમ નહીં તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે
શું કાયદો ફક્ત વેપારીઓ માટે જ છે..?
શું ભાભરની દેના બેંકની બહાર લાઈનોમાં કોરોના સંક્રમણ નથી ફેલાતુ…?