રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના તણખલા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ત્યાં ગતરોજ બપોરના ૧:૦૦ થી શરૂ થયેલા મુશળધાર વરસાદ ને લઇ ખેતરોમાં પાણી ભરાયા હતા. લોકો પાણીથી બેહાલ થઇ ગયા હતા. જ્યારે જૂના તણખલાના નાળા ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો અને ૨૫થી ૩૦ જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા.નસવાડી તાલુકાના તણખલા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી થી વરસાદ ધીમિ તેજ ગતિથી વરસી રહ્યો છે. આજરોજ સવારે સૂર્યનારાયણના દર્શન થતાં વરસાદ બંધ થઇ ગયો હતો. લોકોને એમ થયું કે હવે વરસાદ બંધ થઈ જશે. અને હવે પોતાનો કામ ધંધો શરૂ થઈ જશે. પરંતુ બપોરે ૧:૦૦ વાગ્યા થી અચાનક જ ભારે વરસાદ થતા ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું. ખેતરોમાં પણ પાણી ભરાઇ જવા પામ્યું હતું. મુશળધાર વરસાદથી તણખલા બજારમાં પણ ઠેરઠેર પાણી ભરાયા હતા. તેમજ રેલવે પાસે ના મોટા ખાબોચિયા માંથી પાણી ઓવરફ્લો થઈ બજારમાં વહેતું હતું. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી તણખલા બજાર ના લોકો રોષે ભરાયા હતા. જુના તનખલાના નાળા ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે તણખલા બજાર માં ખરીદી કરવા આવેલા લોકો ને જુના તણખલાથી સામેના ગામમાં જવા માટે રોકાવા નો વારો આવ્યો હતો. અને તણખલા ગામ થી ૨૫ થી ૩૦ જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. આમ ગતરોજ થયેલા મૂશળધાર વરસાદથી તળાવ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે નસવાડી માં ૯ મી.મી જ્યારે ૧ કલાક મા ૩૬ મી.મી વરસાદ ખાબક્યો હતો.