રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી
કાલોલ તાલુકાના ખંડોળી ગ્રામપંચાયતના ગીરધરપુરી ના આવસના વંચિત પરિવારના સતત પાંચ-છ દિવસથી વરસાદ વરસતાં સોમવારના રોજ બપોરે ૪ કલાકે અચાનક કાચું મકાન ધરાશાયી થયું હતું. ઘર પરીવારના પાંચ સભ્યો પૈકી માત્ર એક મહીલા જ ઘરમાં ઘરકામ કરતાં હતાં. અચાનક કડાકો થતાં મહિલા પોતાનો જીવ બચાવી ઘરની બહાર દોડી જતાં આબાદ બચાવ થયો હતો.
પરીવારના જણાવ્યા અનુસાર તેમને સરકારી આવાસ યોજના હેઠળનો કોઈ પણ પ્રકારનો લાભ ન મળતાં લાભાર્થી આવાસ યોજનાથી વંચિત હતાં. એક શ્રમિક પરીવાર ને પોતાનુ મકાન ધરાશાયી થતાં ચોમાસાના વરસાદમાં રહેવા માટે ઘર વિહોણા પરિવારની પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી.