પાટણ: ચાણસ્માના મુલથાણીયા નજીક ટર્બો ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર બંને યુવાનોના મોત..

Latest Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

ચાણસ્મા તાલુકાના રેલ્વે પુરા ગામના બે યુવાનો આઇ ટી.આઈ ના પ્રવેશ ફોર્મ ભરવા રેલવે પુરા થી ચાણસ્મા તરફ પોતાનું બાઇક નં.જીજે ૨૪ ઇ ૨૩૫૭ લઇ જઇ રહયા હતા ત્યારે ચાણસ્મા તરફથી આવી રહેલ ટર્બો નં જી.જે ૧૬ યુ o૭૨૩ ના ચાલકે ગફલત ભર્યું હંકારી બાઇકને ટક્કર મારતાં બન્ને યુવાનો રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે બંને યુવાનોના કરૂણ મોત નિપજયા હતા. ચાણસ્મા પોલીસ ઘટના આધારે બંન્ને યુવાનો રેલવે પુરા ધીણો જ ના હાવાની ખાત્રી થતાં મુતક યુવાનોના પરીવારજનોનો સંપર્ક કરી ઘટના સ્થળે પરિવાજનો દોડી આવ્યા હતા .ચાણસ્મા પોલીસે બંને યુવાનોની લાશને પંચનામું કરી લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ કરાવી લાશને વાલી વારસોને સોપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *