રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અનુષ્ઠાનમાં બેઠેલા સીતારામ બાપુ આજે બંધ કમરામાંથી બહાર નીકળી મંંહત શ્રી રામદેવજી મહારાજના દર્શન અર્થે રવાના થયા હતા. રાજુલામાં વાવેરા ગામે સીતારામ બાપુ શ્રાવણ માસમાં એક માસના અનુષ્ઠાન પર હતા. જે આજે પૂર્ણ કરી સીતારામ બાપુ બંધ કમરામાંથી બહાર નીકળી દર વર્ષની જેમ ગુરૂ મંંહત શ્રી રામદેજી મહારાજ ના દર્શન અર્થે રવાના થયા હતા. સીતારામ બાપુ દર વર્ષે એક મહિનાના અનુષ્ઠાન મા હોય છે અને એક મહિના સુધી સતત મોન વ્રત કરે છે ત્યારે આજે સાધુ બ્રાહ્મણ ને ભોજન કરવી ને પોતાનું મોન વ્રત પુર્ણ કર્યુ હતું.