અમરેલી: જાફરાબાદ તાલુકાના બાકી ખેડૂતોને કૃષિ સહાય મંજુર કરવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ગત ૧૫/૧૦/૨૦૧૯ થી ૨૦/૧૧/ ૨૦૧૯ સુધી થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર સ્વરૂપે ખેડૂતોને એસ.ડી.આર.એફ ફંડમાંથી કૃષિ સહાય રૂપે ૬૮૦૦ પતિએ કથા વધુમાં વધુ ૨ એકર સુધી સહાય તથા ઓછામાં ઓછી ૪૦૦૦ હજાર સુધીની સહાયની જાહેરાત કરવામાં આવેલ હતી જે સહાય માટે જાફરાબાદ તાલુકામાંથી ખેડૂત ભાઈઓ અને સહાય માટે અરજીઓ કરવામાં આવેલ હતી જે ખેડૂતો પૈકી ઘણા ખેડૂતોને ગ્રાન્ટના અભાવે આજદિન સુધી સહાય મળેલ નથી જેથી આ બાબતે સત્વરે જરૂરી કાર્યવાહી કરી ખેડૂતોને સહાય આપવા વિનંતી તથા કેટલાક ખેડૂતો ને સહાય બાકી છે તેની માહિતી આપવા માંગ કરી છે તેમજ નામદાર ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તારીખ ૨૦/૨/૨૦૨૦ ના ઠરાવમાં જણાવ્યા મુજબ બાકી ખેડૂતોને કૃષિ સહાય આપવા નમ્ર અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *