રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ. અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાહેબ.તેમજ માનનીય મંત્રી ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સાહેબને મૌખિક તેમજ લેટરપેડ આપી ને રૂબરૂ રજૂઆત કરી કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે .જેમા નર્મદાના પાંચેય તાલુકા અને ઊંડાણ ના ગ્રામ્ય વિસ્તારમાથી હજારો ગરીબ દર્દી આવે છે કે આ જૂની હોસ્પિટલ મા વર્ષોથી પૂરતા ડૉક્ટર્સ , નર્સ તેમજ અન્ય સ્પેસિલિસ્ટ સ્ટાફ નથી. મહત્વના પૂરતા સાધનો નથી . તેથી ઇમરજન્સી કેસમા સિરિયસ દર્દીઓને બચાવી શકાતા નથી .અને સામાન્ય ટ્રીટમેન્ટ કરી ને વડોદરા રિફર કરીદેવાય છે .. જેમા ઘણા દર્દીઓ ને સમયસર યોગ્ય સરવાર ન મળવાને કારણે દર્દીઓ રસ્તામાં જ દમ તોડી દે છે .એ નર્મદાના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ખેદજનક વાત કહેવાય . દિવસેને દિવસે મૃત્યુદર વધતો જાય છે નર્મદા જિલ્લામાં જ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. વડાપ્રધાન થી માંડીને રાજ્યપાલ .કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ,વિવિધ રાજકીય આગેવાનોસાંસદો ધારાસભ્ય , અધિકારીઓ, પદાધિકારીઓ મૂલાકાતે તેમના પરીવાર સાથે આવતા હોય છે. ત્યારે આવા વીવીઆઈપી લોકોને અને પ્રવાસીઓને કંઈક થાય તો જનરલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે તેમને ઇમરજન્સી મા નર્મદાની બહારજવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણકે રાજપીપલા ની સિવિલ હોસ્પિટલ મા પૂરતો સ્ટાફ અને સુવિધા નથી .
આ અગાઉ ઘણી રાજકીય પાર્ટીઓ, સંગઠનો અનેઆમ નાગરિકો , વિવિધ સંસ્થાઓએ સિવિલ હોસ્પિટલ ના પ્રશ્નો અંગે જે તે યોગ્ય જગાએ અવારનવાર રજૂઆતો કરવા છતા આજે પણ રાજપીપલા સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ છે . આ બાબતે ઘણી બધી રજૂઆતો અને માગણીઓ કરેલ છે તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ નથી.
આવા સંજોગોમા સારવાર , સુવિધાના અભાવે દર્દીઓ મોતને ભેટશે તો એના માટે જવાબદાર કોણ ? તે માટે તબીબીસ્ટાફ ની નિમણૂક બાબતે અહીંના પ્રશાસનને અગાઉ પણઘણી વાર લેખિત રજૂઆત કરેલ છે. તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ નથી.
જેમકે જૂના બિલ્ડિંગ ને આયુર્વેદિક કોલેજ ખાતે સીફ્ટ કરાવો નવું બિલ્ડીંગ બને ત્યાં સુધી મેડિકલ ઓફિસરની ૯ જગ્યાઓ ખાલી છે તેને વધારીને ૧૫ જગ્યાઓ કરવામાં આવે. અને સ્પેશિયાલિસ્ટ અને જે ગાયનેકોલોજિસ્ટ જે ફરજ બજાવે છે તેમને રેગ્યુલર નિમણૂક કરવામાં આવે. ૨ જનરલ સર્જન,૨ ફિઝિશિયન,૨ એનથેટિસ્ટ બાળરોગ નિષ્ણાંત ૨ ઇ.એન.ટી ૨ આ તમામ જગ્યાઓ ખાલી છે. અને રેગ્યુલર ૪૦ સિસ્ટર સ્ટાફ ની જરુર છે. બાકીની આઉટ સ્ટોર્સ થી ભરેલ છે. આઈ સી ઓ ૧૦ થી ૧૫ બેડની વ્યવસ્થા કરવાની જરૂર છે. આઈ.સી.યુ ની અહી કોઈ સુવિધા પણ નથી. સીટી સ્કેન મશીન પણ નથી. અહીં વહીવટી સ્ટાફ એકજ એ. ઓ. છે સિનિયર ક્લાર્ક જુનીયર ક્લાર્ક વર્ગ-૪ ના કર્મચારી નથી. જો આ તમામ સુવિધાઓ જો આપણી જૂની સિવિલ હોસ્પિટલમાં મળી રહે તો નવી સિવિલ હોસ્પિટલ જ્યારે પણ બનશે ત્યારે એક વર્ષે બે વર્ષે અથવા તો ત્રણ વર્ષે થશે. તે દરમ્યાન નર્મદા અને ભરૂચ જિલ્લાના જે લોકોને પૂરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છેએ મૃત્યુદર અટકાવી શકાય. દર્દીઓનો બહાર ગામ જવાનો ખર્ચઅને સમય બચી જાય .દર્દીઓ ને ઘર આંગણે જ ઉત્તમ સુવિધાઓ મળી રહે એવી અમારી લાગણી અને માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.