રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી પાકમાં પણ નુકશાન જોવા મળ્યુ છે.કપાસના પાકની વાત કરીએ તો છોડ પર ૨૦ થી ૨૫ ટકા ફાલ ખરી પડ્યો છે જેના લીધે ખેડૂતો ચિંતામાં પડ્યા છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો ખર્ચ થતો હોય છે જેવો કે દવા, બિયારણ, નીદણ, કપાસની મજૂરી, ખાતર વગેરે ખર્ચ વેઠવો પડે ત્યારે કપાસ તૈયાર થાય છે પણ કપાસના પાકમાં માલ ખરી પડ્યો છે જેના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.ખેડૂતોને મોંઘી દવાનો ખર્ચ ઉઠાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે પણ પાકમાં નુકશાન જાય તો બીજું શું કરી શકે ? બીજી બાજુ મગફળીના પાકમાં પણ ઈયળ જોવા મળી છે જેની પણ મોટી સમસ્યા ખેડૂતોને સતાવી રહી છૅ આમ ને આમ ખેડૂતોને તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો લાચાર છે એટલે દુઃખ વેઠવા પડે છે.ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે.