રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બે કોન્ટ્રાક્ટરોના વિવાદ બાદ એકાદ વર્ષથી ઘોચમાં પડેલું કામ શરૂ થયું પરંતુ રાજપીપળા સિવિલમાં જગ્યાનો અભાવ હોય નવી હોસ્પિટલ વહેલી ખુલ્લી મુકાઈ તે જરૂરી..
નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાની પડતા સરકારે લઘભગ ૧૫ કરોડના ખર્ચે નવી મોટી હોસ્પિટલ બનવવા આયોજન હાથ ધર્યું હતું અને ટેન્ડર પડ્યા ૨૦૧૬ના વર્ષમાં તેનું કામ પણ ચાલુ થયું પરંતુ ભોઈતડિયું બની ગયા બાદ બે કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ ઉભો થતા કામ અટકી પડ્યું હતું જેમાં હોસ્પિટલનું કામ અટકી પડ્યું હતું. લોકો જીતનગર ખાતે બનનારી જિલ્લાની મોટી હોસ્પિટલ ક્યારે ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા હતા.જેમાં ખાસ કરીને રાજપીપળા ખાતે ચાલતી હાલની જૂની હોસ્પિટલ નાની પડતા જગ્યાના અભાવે વારંવાર દર્દીઓ ને ઇમર્જન્સી સમયે લોબી માં કે ગમે ત્યાં નીચે સુવાડાવી સારવાર આપવી પડે છે માટે જીતનગર ખાતે આકાર લઈ રહેલી નવી હોસ્પિટલ જલ્દી શરુ થાય એ તરફ સૌની મીટ મંડાયેલી છે પરંતુ કોન્ટ્રાક્ટરો ના વિવાદ ના અંત બાદ પણ હજુ આ નવી હોસ્પિટલ નું કામ પૂરું થયું નથી ત્યારે દર્દીઓને પડતી તકલીફના કારણે હવે આ હોસ્પિરલ જલ્દી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે. જોકે આ બાબતે સરકારના પી.આઈ.યુ.વિભાગના અધિકારી સંજયભાઈ ના જણાવ્યા મુજબ હાલમાં જીતનગર બની રહેલી નવી હોસ્પિટલ નું સ્લેબ લેવલ નું કામ ચાલુ છે અને આવનારા માર્ચ/૨૦૨૧ સુધી માં તમામ કામ પૂર્ણ થઈ જશે માટે ત્યારબાદ આ હોસ્પિટલ શરૂ કરી શકાશે.