રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલને પાર:૨,૪,૫,૬ અને ૮ નંબરના પાંચ ગેટ ૨:૦૦ મીટર ખોલાયાં.
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના કરજણ ડેમમાંથી કરજણ નદી માં મંગળવારે સાંજે ૪ વાગે ૪૩૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.સ્વાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી પાંચ રેડિયલ ગેટ ખોલી ૪૩૩૪૫ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાઈ રહ્યો છે જેથી કાંઠાના વિસ્તારોમાં રાજપીપળા ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ,ધાનપોર અને ધમણાચા ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે. હાલ કરજણ બંધ માં ૨૭૨૪૫ ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૯.૧૭ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ રેડિયલ ગેટ ખોલી ને ૪૩૩૪૫ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૦.૮૭ ટકા ભરાયો છે. ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૮૧.૮૧ મિલિયન કયુબિક મીટર છે.
