જૂનાગઢ: કેશોદ શહેરમાં સી.આર.પાટીલનાં સ્વાગત માટે ચાલતી તડામાર તૈયારીઓ..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદના જાહેર માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકાયા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું…

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેશોદ શહેરમાંથી પસાર થવાનાં છે ત્યારે વાહ વાહી મેળવવા આગેવાનો અને પદાધિકારીઓમાં હોડ લાગી છે કેશોદ શહેરમાં આવેલા માંગરોળ રોડ કોલેજ રોડ ઉપરના મુખ્ય માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકી દેવામાં આવ્યાં છે. કેશોદ શહેર-તાલુકામાં છેલ્લાં પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જાહેર માર્ગો પર ઉભી કરવામાં આવેલ કમાનો અને હોડિગ્ઝ લગાવવામાં આવેલાં છે ત્યારે દરિયા કિનારે આવેલ કેશોદ શહેરમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો તો જાહેર માર્ગો પર પસાર થનારા નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકો નો ભોગ લેવાશે તો જવાબદારી કોની રહેશે…? તહેવારોમાં જાહેર માર્ગો પર એક ટેબલ પણ બહાર ન રાખવા દેવાં વાળું તંત્ર મૂકપ્રેક્ષક બની ગયું છે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી રહ્યાં છે ત્યારે શક્તિ પ્રદર્શન કરવામાં કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે કે વધું સંક્રમણ થવાથી વધું કોરોના વાયરસ ફેલાય તો જવાબદારી કોની રહેશે…? આગામી દિવસોમાં સંગઠનની નિમણુંકો થવાની છે ત્યારે ધંધાકિય લાભો મેળવવા પટ્ટા પહેરનારા કુદાકુદ કરી રહ્યાં છે અને ભુલી ગયા છે કે ભારે વરસાદ અને વાવાઝોડાંની આગાહી વચ્ચે કોરોનાનો હાહાકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *