બનાસકાંઠા: દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કૂલમાં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ..

Banaskantha
રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર

દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળામાં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળામાં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં વિધિવત મંત્ર ઉચ્ચારણ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં હાઈસ્કૂલના આચાર્ય વી.કે.બારોટ , હાયર સેકન્ડરી ના સુપરવાઈઝર કે. એસ.ત્રિવેદી , સેકન્ડરી સુપરવાઈઝર એ.પી.ભાટી સહિત શાળા ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *