નર્મદા: ગરૂડેશ્વરના ભીલવશી ગામ ખાતે શ્રાવણીયો જુગાર રમતા બે વ્યક્તિ ૫૬,૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ..સી.બી.નર્મદા.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લાના એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી.ને બાતમી મળેલી કે,ભીલવશી ગામની સીમમાં કેટલાંક લોકો પત્તા- પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ બાતમી આધારે સી.એમ. ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ સાથે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક ટોળુ વળીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા હોય તેઓને ઝડપી પાડી જે પૈકી (૧) અશોકભાઇ અંબાલાલ તડવી (૨) નગીનભાઇ નરસીંહભાઇ તડવી બન્ને રહે.મોટીરાવલ તા. ગરૂડેશ્વર જી.નર્મદાનાઓને ઝડપી પાડી તથા પોલીસની રેઇડ દરમ્યાન અંધારાનો લાભ લઇ નાસી ગયેલ આરોપી પૈકી(૧) સુખરામભાઇ ભયજીભાઇ તડવી (૨) રાહુલભાઇ મહેશભાઇ તડવી (3) અક્ષયભાઇ (૪) આસીફભાઇ તેને જુગારના ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાઇથી રમી પકડાયેલા આરોપીઓ પાસેથી અંગ ઝડતીના તથા દાવ ઉપરની રોકડ રૂ. ૧૮,૬૧૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૩૦૦૦ તથા મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ. ૩૫૦૦૦ મળી કુલ કિ.રૂ. ૫૬,૬૧૦ ના મુદ્દામાલ કબજે કરી તેઓની વિરૂધ્ધમાં ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *