નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની મંજૂરી બાદ ખાનગી કોવિડ હોસ્પિટલ બને એ પહેલાં જ વિરોધ કરાયો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

દુકાનદારોની કોવિડ હોસ્પિટલનાં વિરોધમાં નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી..

નર્મદા જિલ્લામાં કોરોનાનો કેહેર વધી રહ્યો છે. જો કે પહેલાં કરતા હાલમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જરૂર નોંધાયો છે. આરોગ્ય વિભાગ કોરોના કેસોના આંકડા સેટ કરે છે કે ખરેખર આંકડા ઓછા થયા છે તે એક તપાસનો વિષય બન્યો છે. પરંતુ રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં સુવિધાઓના અભાવની બુમો ઊઠી છે. કોરોનાના સ્થાનિક દર્દીઓને અન્ય શહેરોમાં જવું ન પડે એ માટે રાજપીપળા શહેરના “વ્રજ” કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાના ચક્રો ગતિમાન થયા હતાં. પણ એ કોમ્પ્લેક્ષનાં દુકાનદારોના વિરોધને પગલે આયોજન પડી ભાંગ્યુ હતું. જ્યાર બાદ રાજપીપળાના હાઇ-વે પર આવેલા રાજતિલક કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ માટે નર્મદા કલેક્ટરે મંજૂરી પણ આપી દીધી. કામકાજ પણ ચાલુ થઈ ગયું ત્યાર બાદ દુકાનદારોએ વિરોધ નોંધાવતા ફરી પાછો મામલો ગૂંચવાયો છે.

દુકાનદારોએ કોવિડ હોસ્પિટલ વિરોધમાં નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. એમણે જણાવ્યું કે, “રાજતિલક કોમ્પ્લેક્ષમાં દુકાનદારો અને પાછળની સોસાયટીના રહીશોને કોરોનાનું સંક્રમણ લાગે તો એનો જવાબદાર કોણ, અહીંયા ખાનગી કોવિડ હોસ્પિટલ આવવાથી અમારા ધંધા-રોજગાર પર પણ માંઠી અસર પડી શકે છે. જેથી કોવિડ હોસ્પિટલની અલગ જ વ્યવસ્થા હોવી જોઈએ.

બીજી બાજુ રાજતિલક કોમ્પ્લેક્ષના સંચાલકોએ જણાવ્યું હતું કે, “અગાઉ અમે કોમ્પ્લેક્ષનાં ૧૨ થી ૧૫ દુકાનદારોને વિશ્વાસમાં લઈ એન.ઓ.સી પર સહી કરાવી હતી. એન.ઓ.સી બાદ નર્મદા કલેકટરે અહીંયા ખાનગી કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપી છે. સ્થાનિકોને કોરોનાની સારવાર માટે અન્ય શહેરોમાં જવું ન પડે એ માટે અમારા પ્રયત્નો છે. અમે સરકારી ગાઈડલાઈન મુજબ જ કોવિડ હોસ્પિટલ બનાવવા જઈ રહ્યાં છીએ. આનાથી કોઈ પણ વ્યક્તિને કોરોના સંક્રમણનો ખતરો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *