રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગામની આસપાસ ઝુંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી શાળાના કમ્પાઉન્ડથી લઇ શહેરની ગલી, બજારોમાં પણ પાણી ભરેલા છે.
જાફરાબાદ પંથકમા પડેલા ભારે વરસાદને પગલે વઢેરા ગામમા નદીના પાણી ઘુસી ગયા હતા અને ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ ન થતા ગામ જાણે બેટમા ફેરવાયુ હોય તેવી સ્થિતિ છે.
વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો ત્રાહિમામ વઢેરા ગામના લોકો ચારે તરફ ભરાયેલા પાણીથી પરેશાન છે. અહી લોકોના ઘરમા પાણી ઘુસી ગયા છે. આ વિસ્તારમા ભારે વરસાદ પડયા બાદ નદીના પાણી છેક ગામમા ઘુસી આવ્યા હતા. લોકોના મકાનમા પણ પાણી ઘુસી ગયા હતા. અહીની શાળાના કમ્પાઉન્ડથી લઇ શહેરની ગલી બજારોમા પણ પાણી ભરેલા છે. છેલ્લા ૨૪ કલાકથી અહી પાણીનો નિકાલ થઇ રહ્યો નથી. જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. અહી ગામના સરપંચ અને પુર્વ સરપંચ દ્વારા આ અંગે તંત્રમા રજુઆત કરાઇ હતી. બે વર્ષ પહેલા પણ વઢેરામા આવી સ્થિતિ થઇ હતી. તે વખતે સર્વે કરાયો હતો પણ કોઇને વળતર ચુકવાયુ ન હતુ. લોકોમા એ વાતનો રોષ છે કે કેાઇ અધિકારીએ આ ગામની મુલાકાત પણ લીધી નથી. ઉચૈયામા ખેતીને નુકસાન અંગે સર્વે કરોરાજુલા તાલુકાના ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઇ બેપારીયાએ કૃષિમંત્રીને રજુઆત કરી ધાતરવડી-૨ ડેમના દરવાજા અચાનક ખોલાતા નદીકાંઠાના વાડી ખેતરોમા પાણી ઘુસી જતા ધોવાણ થયુ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા માંગ કરી છે.