રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય ત્યારે જુથવાદ કરીને પક્ષને નુકસાન થતું હોવાનો કાર્યકરોમાં વસવસો
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપ માં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. કેશોદના ધારાસભ્યની ટીકીટ મેળવવા શરૂ થયેલાં કાવાદાવા વચ્ચે બે જુથ પડી ગયેલા છે ત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય નાં નજીકના હોદ્દેદારો કચેરીઓમાં રૂઆબથી સાચાં ખોટાં કામ કરવાતા હોય ત્યારે સિધ્ધાંતોને વરેલા કાર્ય કરો આગેવાનો નારાજ છે. કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયત ભાજપના કબજામાં છે પરંતુ આંતરિક જુથવાદને કારણે વિવાદો સર્જાતાં રહે છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં સંગઠનની વિગતો મેળવવા માટે આવી રહ્યાં છે ત્યારે કેશોદ શહેર-તાલુકાનાં સંગઠનમાં પદ મેળવવા માટે કૌભાંડીયા, લાંચીયા, વ્યસની જુથવાદ કરીને મજબૂત દાવેદારી કરી રહ્યાં છે ત્યારે આવાં વ્યક્તીઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે તો આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નુકશાની વેઠવી પડશે એવો વસવસો કાર્યકરો કાઢી રહ્યાં છે. કેશોદ શહેર-તાલુકા ભાજપમાં પાંચ પાંચ જુથ પોતપોતાના ઉપલા ગોડફાધરની સુચનાઓ મુજબ રાજનીતિ કરી રહ્યા છે ત્યારે સંગઠનની નિમણુંકોમાં પોતાનું પલડું ભારે રાખવા મરણિયા પ્રયાસો કરવા લાગ્યા છે. કેશોદના બે આગેવાનો જીલ્લા ભાજપના પ્રમુખ માટે મજબુત દાવેદારી નોંધાવી છે ત્યારે બન્ને જુથના આગેવાનો ટેકેદારોને સાચવવાના થાય છે ત્યારે જવાબદાર પ્રદેશ કક્ષાએ થિગડા મારવામાં આવે છે કે પક્ષની વિચારધારા મુજબ શિસ્ત અને અંનુશાશનનું પાલન કરવામાં આવશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે. રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જુથવાદને નબળો કરવા માટે કદાવર નેતાઓને બોર્ડ નિગમમાં સમાવેશ કરવામાં આવશે અને જ્ઞાતિવાદનાં સમીકરણો જાળવી રાખવા માટે સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નામો પર મહોર મારી સ્થિતિ થાળે પાડવામાં આવશે. પુર્વ સાંસદ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં એ તમામને ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાને બદલે સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે જેથી આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિણામ મેળવી શકાય એવું ચર્ચાઈ રહ્યું છે.