વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ કોરોનામાં બેના મોત થયા બાદ સાંજે એક અને મોડી રાત્રે તેર વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ જણાયા આવ્યા બાદ મોત નિપજ્યું હતુ. જેથી વડોદરામાં મૃત્યુઆંક 5 થયો છે જ્યારે આજે વડોદરા શહેરના 7 અને 1 ડભોઇનો મળી વધુ 8 પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ વડોદરા શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 132 પર પહોંચી છે.
ગત અઠવાડિયે નાગરવાડા વિસ્તારના 300 ત્યારબાદ વાડી નવાપુરા બાવમાનપુરામાં વ્યક્તિઓના સામૂહિક સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા જેમાં આજે સવારે આવેલા રિપોર્ટમાં કોરોના પોઝિટિવના 8 કેસો મળી આવ્યા. જેમાં વાડી નવાપુરા અને નાગરવાડા અને જિલ્લાના ડભોઇ નગરનો સમાવેશ થાય છે.