રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મુસાફરોને બેસવા બનાવેલી જગ્યા પર મામૂલી વરસાદ માં પણ છત પર થી પાણી ટપકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ..
નર્મદા જિલ્લાના મુખ્ય એવા રાજપીપળાના એસ.ટી ડેપોનું ૨૦૧૮ ના વર્ષ માં દોઢ કરોડથી વધુની રકમે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જોકે કરોડોના ખર્ચ માં ફક્ત નવા લૂગડાં પહેરાવ્યા હતા માટે નવીનીકરણ થયા બાદ તુરતજ અનેક તકલીફો જોવા મળી હતી જેમાં એ સમયે પણ મામૂલી વરસાદ પડતાજ ડેપો માં બેઠેલા મુસાફરો પર છત પર થી પાણી ટપકતા નવીનીકરણ પર અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આ ચોમાસા માં પણ આજે છત માંથી પાણી ટપકવાનું ચાલુજ હોય અંદર બસ ની રાહ જોઈ બેઠેલા મુસાફરો ને ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે.માટે દોઢ કરોડ જેવી માતબર રકમ ક્યાં ખર્ચાઈ એ મોટો સવાલ છે.દોઢ કરોડ ખર્ચ કર્યા બાદ પણ અનેક સમસ્યાઓ વચ્ચે હજુ ડેપો ઘેરાયેલું છે ત્યારે આ સમસ્યા કોણ અને ક્યારે દૂર કરશે એ મોટો પ્રશ્ન છે. જોકે જે તે સમયે પણ આટલી મોટી રકમ સેમાં ખર્ચ કરાઈ એ બાબતે અનેક સવાલો ઉઠ્યા હતા તેમ છતાં કોઈ તપાસ ન થઈ કે સમસ્યા નું કોઈ નિરાકરણ પણ ન આવ્યું ત્યારે હાલ છત માંથી ટપકતું પાણી મુસાફરો ને મુશ્કેલી માં મૂકે તેમ હોય અધિકારીઓ આ બાબત પર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.