રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આ તરફ હજુ મામુલી વરસાદ વરસ્યો હોવા છતાં પોઈચા તરફ જતો માર્ગ ની એકદમ ખખડધજ હાલત
રાજપીપળા થી વડોદરા તરફ આવતા જતાં રોજના હજારો વાહન ચાલકો ગોકળગાય ની ગતિ એ વાહન હંકારવા મજબૂર
રાજપીપળા થી વડોદરા જતા શોર્ટ કટ પોઈચા પુલ પર થી રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય હાલ મામુલી વરસાદ માં આ માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી જતા રોજિંદા અકસ્માતો માં વધારો થાય તેવી હાલત જોવા મળી રહી છે.રાજપીપળા થી પોઈચા જતા માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતા વાહનો હંકારવા મુશ્કેલ બન્યા છે સાથે સાથે મસમોટા ભુવોઓ માં વરસાદી પાણી ભરાઈ જતા ખાડા ની ઊંડાઈ કેટલી હશે તેની અંદાજ પણ ન આવતા વારંવાર વાહન ચાલકો વાહન સાથે ઊંડા ખાડામાં અટવાતા ફંગોળાઈ જતા હોય છે જેના કારણે રોજિંદા અકસ્માતો પણ વધી રહ્યા છે.હજુ ચોમાસા ની સીઝન ચાલુ જ થઈ છે આ તરફ જોઈએ તેટલો વરસાદ પણ નથી વરસ્યો છતાં માર્ગની આટલી ખરાબ હાલત છે ત્યારે ભરપૂર ચોમાસામાં આ માર્ગની હાલત વધુ બગડશે માટે તંત્ર દ્વારા આ માર્ગનું સત્વરે સમારકામ કરાય તે જરૂરી છે.