રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે વેબિનાર ના માધ્યમ થી મહિલા કાનૂની દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિટી કોર્ટ ના ડિસ્ટ્રિક્ટ જજ ર્ડો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનાર ના માધ્યમ થી માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણ મા નાગરિકો ને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગેની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત તેઓએ ઘરેલુ હિંસા, મૈત્રી કરાર, દહેજ વિરોધી કાયદો, આપઘાત મા દુષ્પ્રેરણા વગેરે બાબતની મહત્વની જાણકારી પુરી પાડી હતી. જેમાં સદગુરૂ વિલા સોસાયટી અને બસ સ્ટેન્ડ પાસે બહેનો એ ભાગ લીધો હતો. ૧૮૧ મહિલા હેલ્પ લાઇન નાં કાઉન્સેલર ઝીનલ ચૌધરી, કોન્સ્ટેબલ ભારતીબેન તડવી તેમજ પાયલોટ ભદ્રેશ ભાઈ પટેલ દ્વારા બારમા દિવસે મહિલા કાનૂની દિવસ અંગે આત્મનિર્ભર બને અને વિકાસના માર્ગ પર અગ્રેસર બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.