ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે ભગવાન માધવરાયનું મંદિર ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ફરી વખત પાણીમાં ગરકાવ થયુ.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગિર સોમનાથ જિલ્લામાં પણ મેધ મહેર જોવા મળે છે. ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે બિરાજમાન ભગવાન શ્રી માધવ રાઈ ચોમાસા દરમ્યાન ફરી એક વખત ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ભગવાન માધવરાયનું મંદિર ફરી વખત પાણીમાં ગરકાવ થયુ ભગવાન શ્રી માધવરાયનું મંદિર આશરે ૧૫ ફૂટ જેટલું પાણીમાં ગરકાવ થયુ હતુ સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે થી‌ પસાર થતી સરસ્વતી નદીમાં પુર આવતા નદીના કિનારે બિરાજમાન માધવરાય ભગવાન મંદિરમાં આશરે ૧૫ ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે જ્યારે ગીર સોમનાથમાં સારા વરસાદને લઇ નદી ઓ નાળાઓ છલકાઇ ગયા છે ત્યારે ભગવાન પણ છેલ્લા દોઢેક મહિનાથી પાણી માં બિરાજમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *