નર્મદા: કુંવરપુરા ગ્રામ પંચાયતમાં ડોક્ટર નર્સ, ઇશ્વરીય બહેનો અને આંગણવાડીની બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

આજરોજ ૭૪ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટ ના દિવસે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના વિશ્વ મહામારી જે સમગ્ર દુનિયા માં તેમજ દેશમાં જે દિવસે ને દિવસે વધી રહી છે જે ડોક્ટરઓ, પોલીસ કર્મીઓ,પ્રેસ મીડિયાના મિત્રો, સફાઇ કર્મીઓ તેમજ દરેક પાર્ટીના હોદેદારશ્રીઓ અને વિવિધ સંગઠનો જે લોકો રાતદિવસ નિસ્વાર્થ ભાવે પોતાના જીવ પોતાના પરિવાર ને છોડીને દેશ અને પ્રજા માટે જે સેવા આપી રહ્યા છે અને જે લોકો આ સેવા આપતા મૃત્યુ પામ્યા છે તેવા લોકો માટે આજે ગ્રામ પંચાયત દ્વારા બે મિનિટનો મૌન રાખવામાં આવ્યો. ત્યારબાદ પી.એસ.સી સેન્ટર પર જે સેવા આપે છે એવા ડોક્ટર નર્સ અને ઇશ્વરીય બહેનો આગણવાડીની બહેનો નું સન્માન કરવામાં આવ્યું અને ગ્રામ પંચાયતમાં જે વધારે શિક્ષણ મેળવ્યું હોય એવા વિદ્યાર્થીની મહિલા નું સ્વાગત કરવામાં આવ્યું

તેમજ કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના ને મહામારીને માત આપી અને પાછા પોતાના ઘરે પરત ફર્યા એવા સતિષભાઈ વસાવા નું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ વિશ્વ જે કોરોના મહામારી છે એ વેલી તરીકે સમગ્ર દુનિયામાંથી નાબૂદ થાય અને દરેક લોકો જે કોરોના મહામારી નો સામનો કરી રહ્યા છે એ લોકો જલ્દીથી સાજા થઇ અને પોતાના ઘરે પાછા ફરે અને અને જે છેલ્લા ૭/૮ મહીના થી આ વિશ્વ કોરોના મહામારી ચાલી રહી છે એમાં દેશ ના બાળકોના ભવિષ્ય પર તેમના શિક્ષણ પર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં તેમના ભવિષ્ય અને શિક્ષણ થી યુવાવર્ગને ખુબ જ નુકશાન થઇ રહ્યુ છે જે આપણું આવનારું ભવિષ્ય છે એમને નુકસાન થઈ રહ્યું છે અને જે લોકો અત્યારે રાત દિવસ પોતાના પગ પર ઉભા રહી અને પ્રજાની સેવા કરી રહ્યા છે એવા તમામ ડોક્ટર શ્રી ઓ પોલીસ કર્મીઓ સફાઇ કર્મીઓ પ્રેસ મીડિયાના મિત્રો તેમજ વિવિધ પ્રકારના સંગઠનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે વિશ્વ કોરોના મહામારી જે દેશ પર રાજ્ય પર જિલ્લા ઉપર એક સંકટ રૂપ છે જેને આપ સૌ ભેગા મળી સાથ સહકાર આપી અને પ્રજાની સેવા કરો છો તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *