નર્મદા: દેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલનું ફરી ધોવાણ થયું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાનાં મોટા જાંબુડા ગામની વચ્ચેથી મોહન નદી વહે છે, હાલ ધોધમાર વરસાદની શરૂઆત થતા, મોહન નદીનો ડેમ છલકાયો છે, ઉપરવાસમાં વરસાદનો પ્રવાહ વધુ હોવાને કારણે મોટા મોટા વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને નદીનાં પ્રવાહમાં વહી આવ્યા હતા, અને ગારદા અને મોટા જાંબુડા ગામની વચ્ચે ડેમથી નીચેના ભાગ બે ગામોને જોડતો પુલ આવેલો છે, જેમાં વધુ વરસાદને કારણે પાણી પુલ પર ફરી વળતાં પુલ ફરી પણ ધોવાઈ ગયો છે. અગાઉ પણ નદી માં પાણી આવવાને કારણે આ પુલ ધોવાયો હતો, અને પુરાણ કામ પણ કરવામાં આવ્યું હતું, પણ વધારે વરસાદને કારણે પુલ ફરી થી ધોવાયો છે, જેના કારણે ગારદા,નામ,ભૂત બેડા,મંડાળા,મોટા જાંબુડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને વધુ પડતા વરસાદ ને કારણે બે ગામને જોડતી નદી કિનારે આવેલા બે સ્મશાનો પણ પાણીમાં ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ડેમ પરના પાણીનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *