રિપોર્ટર: સુરેશ રાણા, બનાસકાંઠા
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશ ભરમાં આજે ૭૪ મો ધ્વજવંદન ઉજવામાં આવ્યો .આજનો દિવસ એટલે દેશભક્ત નો દિવસ , સદીઓ થી આપના ફોજી ભાઈઓ દેશ ની રક્ષા માટે દિન-રાત ખડેપગે ઉભા રહીને ફરજ બજાવી રહ્યા છે ૧૫મી અગસ્ટ ૧૯૪૭ ના દિવસે દેશને આઝાદી મળી હતી.અને તે દિવસ એટલે ૧૫મી અગસ્ટ ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન ની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા કક્ષાનો ધ્વજવંદન મામલતદાર કચેરી અમીરગઢ ખાતે ઉજવાયો હતો. તાલુકા કક્ષાનો ધ્વજવંદન અમીરગઢ મામલતદારશ્રી સી. વી પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગા ને સલામી આપી હતી અને સંબોધિત કર્યા હતા,તેમજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી.તથા ઉપસ્થિત અધિકારીઓ ,કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મહેમાનઓ સોશિયલ ડિસ્ટન્ટ સાથે ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી..