રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
લાખણી ખાતે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાંઆવી હતી
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઇન્ચાર્જ મામલતદાર જે.એચ.પાણ ના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૪ માં સ્વાતંત્ર દિવસ નિમિતે લાખણી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન અને ત્યાર બાદ કોરોના મહામારી સામે લડત આપનાર યોદ્ધાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં લાખણી ઇન્ચાર્જ મામલતદાર જે.એચ. પાણ, નાયબ ટી.ડી.ઓ પરેશભાઈ, આગથળા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.એન.જાડેજા, ભાજપ પ્રમુખ બાબરાભાઈ , સુરેશભાઈ, લક્ષ્મણભાઈ, સરપંચ નાનજીભાઈ, તાલુકાના પંચાયતના કર્મચારીઓ,પોલીસ કર્મચારીઓ, મામલતદાર ઓફિસના કર્મચારીઓ અને તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં વૃક્ષા રોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.