રિપોર્ટર: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાના રાજપીપળા માં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓ તેમજ સ્કુલ,કલેજ જેવી અનેક સંસ્થાઓ પર ધ્વજ વંદન કરાયું જેમાં રાજપીપળા ની નવદુર્ગા શાળામાં કેમ્પસ ડાયરેક્ટર નિમેષકુમાર પંડ્યા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમના જણાવ્યા મુજબ નવદુર્ગા શાળાની સ્થાપના સંન ૧૯૪૬ માં થઈ હતી ને આજ દિન સુધી એવું નથી બન્યું કે શાળા માં અભ્યાસ કરતા બાળકો ની ગેરહાજરી માં ધ્વજ વંદન થયું પરંતુ હાલ કોરોના મહામારી ના કારણે આવી સ્થિતિ ઉભી થઇ હોય જેને આપણે સ્વીકારવી જરૂરી બન્યું છે.
રાજપીપલા નગર ખાતે થયેલા પાલીકા પ્રમુખ જીગીષા બેન ભટ્ટ ના હસ્તે થયેલા ધ્વજવંદન કાર્યક્રમ માં પાલિકા જીગીષાબેને રાજપીપળાના કોરોના વોરિયર એવા સફાઇ સૈનિકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પોતાના પરિવારનો વિચાર્યા વગર કોરોના નામની મહામારી સામે નગર ને સ્વચ્છ રાખતા અમારા આ સફાઈ સૈનિકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા ન કરી કામ કરે છે માટે આ કર્મચારીઓ નો આભાર માની તેમની કામગીરી ને બિરદાવી હતી.