રિપોર્ટર: ભરત સથવારા, પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના નાયબ કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને તાલુકા પંચાયત રાધનપુર ના તાલુકા વિકાસ અધિકારી પંડયા,રાધનપુર ના પોલીસ અધિકારી નાયાબ પોલીસ અધિકારી અને તાલુકા પંચાયત નો સ્ટાફ આરોગ્ય વિભાગ નો સ્ટાફ પોલીસ સ્ટાફ મામલતદાર કચેરી નો સ્ટાફ ગામ જનો હાજર રહ્યા ભાજપ કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાધનપુર ના નગરપાલિકા ના ચિફ ઓફીસર ગેર હાજર રહ્યા હતા.આ પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સ રાખી ૧૫ ઓગસ્ટ ની ૭૪ માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.
દેશ ભક્તિ ના ગીતો અને દેશ ભક્તિ નું વાતાવરણ વચ્ચે ૧૫ મી ઓગસ્ટ ના રોજ રાધનપુર તાલુકા કક્ષા નો ૧૫ મી ઓગસ્ટ નો. ૭૪ સ્વાતંત્ર્યપર્વની રાધનપુર ખાતે નાયબ કલેકટરના પટાંગણ માં યોજાયો.રાધનપુર ના નાયબ કલેકટર ડી.બી ટાંકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ વલભનગર પ્રાથમિક શાળા શિક્ષકો બેહનો દેશ ભક્તિ ગીત થી ભક્તિ માં બનાવેલ આ પ્રસંગે કોરોના વોરિયર્સનુ સ્વાગત કરવામાં આવ્યું તો કોરોના વોરિયર્સને માન આપી સાજા થયેલા લોકો નું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ મિડિયા કર્મીઓનું પણ કોરોના વોરીયસ તરીકે સન્માન કરવામાં આવ્યું તો આરોગ્ય વિભાગ ના કમૅચારીઓ પોલીસ વિભાગ ના કમૅચારીઓ શિક્ષકો અને રામસેવા સમિતી વગેરે નું સન્માન કરવામાં આવ્યું,સાહિત્ય કાર કવિરાજ નું સન્માન કરવામાં આવ્યું.
