મોરબી: હળવદના વેગડવાવ ગામે યુવાનને જીવતો પેટ્રોલ છાંટી સળગાવ્યો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ગુરૂવાર મોડી રાત્રિના હનુમાનજીના મંદિરે યુવાન સૂતો હતો ત્યારે પેટ્રોલ છાંટીને સળગાવ્યો.વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો, જયા સારવાર દરમિયાન વિક્રમ હરેશભાઇ પીપરીયા નુ મોત

હળવદ તાલુકાના વેગડવાવ ગામ‌ ના ૨૨ વર્ષના યુવાન વિક્રમ હરેશભાઈ પીપરીયા ગુરૂવાર રાતે વેગડવામાં આવેલ હનુમાનજી મંદિર સુતો હતો ત્યારે તેને પેટ્રોલ છાંટી સળગાવતા ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા સારવાર દરમિયાન શુકવાર સાંજે મોત નીપજ્યું હતુ, ગામના કોઈ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હનુમાનજીના મંદિર રૂમમાં પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો વિક્રમ પર પંટ્રોલ છાંટતા શરીર એ ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત થયુ છે, મોત થતા પહેલા ડીડી માં પોલીસ સમક્ષ યુવાને ત્રણ લોકોએ સળગાવ્યાનુ નિવેદન આપ્યુ છે તેવુ પરીવારજનોએ જણાવ્યું હતું, ધટનાની જાણ થતા હળવદ પીઆઈ પી, એમ, દેકેવાડીયા તથા સ્ટાફ વેગડવાવ ગામે દોડી ગયા હતા તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *