રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
તાલુકા એક્ઝ્યુક્ટીવ મેજીસ્ટ્રેટ હેતલબેન ભાલિયા હસ્તે ધ્વજવંદન કોરોના વોરીયર્સનું સન્માન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સમગ્ર ભારતભરમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ઉજવણી યુકેવી મહિલા કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ સ્થાને ડે કલેક્ટર હસ્તે ધ્વજવંદન થવાનું હતું પરંતુ સંજોગો વસાત તેઓ પહાેંચી ન સકતાં તાલુકા એક્ઝ્યુક્ટીવ મેજીસ્ટ્રેટ હેતલબેન ભાલિયા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે ડી.વાય.એસ.પી, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય, તાલુકા વહીવટી તંત્રના અધકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતાં આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પુર્ણ થયે સૌ અધિકારીઓ આગેવાનો હોદેદારોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.