રિપોર્ટર: અંકુર ઋષિ,રાજપીપળા
ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૬,૮ નંબર ના ચાર ગેટ ૨.૫૦ મીટર ખોલાયાં
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી માં ૪૪,૧૨૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માં થી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી ચાર રેડિયલ ગેટ ખોલી ૪૪,૧૨૧ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાઈ રહ્યો છે જેથી કાંઠાના વિસ્તારોમાં રાજપીપળા,ભદામ, ભચરવાડા, હજરપુરા,ભુછાડ,ધાનપોર અને ધમણાચા ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.
હાલ કરજણ બંધ માં ૬૭૧૨૧ ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૮.૭૯ મીટર છે જ્યારે બપોરે બે વાગે સપાટી ૧૦૯.૮૦ મિટરે પોહચી છે એટલેકે રુલ લેવલ જાળવવા માટે ડેમના ચાર રેડિયલ ગેટ ખોલી ને ૪૪,૧૨૧ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૨.૫૪ ટકા ભરાયો છે.એમ કહી શકાય ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૬૬.૮૧ મિલિયન કયુબિક મીટર છે.