રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બંને ભાઈઓને જમવાનું બનાવી આપતા પિતાજીને મોટાભાઈએ જમવાનું સારું નથી બનાવતા તેમ કહેતા નાનો ભાઈ એ કોઈ હથિયાર વડે મારી મોત નિપજવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરાડા (ખાબજી)ગામમાં રહેતા ચૈતરભાઇ ખિમજીભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમના બે દીકરાઓ પૈકી ઉમેશ નાનો દીકરો અને સુનિલ તેમનો મોટો પુત્ર થતો હોય ગતરોજ ઉમેશે અને સુનિલ માટે પિતા ચૈતર ભાઈ જમવાનું બનાવતા હતા ત્યારે મોટા દીકરા સુનિલે પિતાને જણાવ્યું કે તમે જમવાનું બરાબર બનવતા નથી બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા નાના પુત્ર ઉમેશે મોટાભાઈ સુનિલ ને પિતાજી ને ગાળો કેમ બોલે છે તેમ જણાવતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હોય તેથી ઉમેશ એકદમ ઉશ્કેરાઈ જઈ મોટાભાઈ પર કોઈક હથિયાર વડે માથામાં ઉપરા ઉપરી ત્રણ ઘા કરી સ્થળ પર જ મોત નિપજાવતા પોલીસે પિતા ચૈતરભાઈ ની ફરિયાદ ના આધારે નાના દીકરા ઉમેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.