ભાવનગર જિલ્લામાં કાર્યરત ૪૪ ધન્વંતરી આરોગ્ય રથનો એક લાખ કરતા વધુ લોકોએ લીધો લાભ.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે ધન્વન્તરી આરોગ્ય રથ ની કામગીરીની પ્રસંશા કરી છે ત્યારે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલિકા વિસ્તાર ના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા ૪૪ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા આજ સુધી ગ્રામ્ય તેમજ નગરપાલિકાના વિવિધ વિસ્તારો માં જઇ કુલ એક લાખ ચાર હજાર એકસો એંશી કરતા વધુ લોકોને આરોગ્યલક્ષી સારવાર આપવામા આવી છે, જેમાં ૧૦૪૧૮૦ વ્યકિતઓની ઓ.પી.ડી, તાવના ૫૫૮૪ અને અન્ય બિમારીના ૬૯૬૮૫ કેસો મળી આવ્યાં છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓની ચકાસણી કરવામાં આવી રહી છે વહેલુ નિદાન ,ત્વરિત સારવાર ના સિધ્ધાંત મુજબ શંકાસ્પદ દર્દીઓની એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા તપાસ પણ કરવામા આવી રહી છે અને જરૂરીયાત જણાયે દર્દીઓને સત્વરે રીફર કરવામા આવે છે.અત્યાર સુધીમા ધન્વન્તરી રથ દ્વારા ૭૭૭ એન્ટીજન ટેસ્ટ કરવામા આવ્યા છે. રોગ પ્રતિકારશક્તિ વર્ધક હોમિયોપેથી દવા આર્સેનીક આલ્બમ , આયુર્વેદિક દવા – સંશમની વટી તેમજ ૨૩૮૯૫ વ્યક્તિઓને આયુર્વેદિક ગુણકારી ઉકાળાનુ જિલ્લા આયુર્વેદ અધિકારીના સંકલન દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા હોટ સ્પોટ ની માહિતી મેળવી,તેમજ એક્ટીવ કેસ વાળા વિસ્તારો મા પણ ધન્વન્તરી રથને પ્રાથમિકતા ના ધોરણે મોકલવામાં આવે છે.સાથે સાથે તમામ ધન્વન્તરી રથ મા માઇક- એનાઉન્સમેન્ટ સીસ્ટમ દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો પણ જણાવવામા આવી રહ્યા છે અને હોમ આઇસોલેશન વાળા દર્દી ઓના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લેવામા આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *