રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ કલેકટર સલોની રાયની અઘ્યક્ષતામાં વડાપ્રધાન શહેરી-વિક્રેતા સ્વનિધિ આત્મનિર્ભર ભંડોળ યોજના હેઠળ લાભાર્થીઓને લોન સુવિધા આપવા લીડ બેંક અને અન્ય બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ યોજનાનો અસરકારક રીતે અમલ કરવા માટે કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દર સીંઘ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં અરજીઓને મંજુરી અપાઈ. આ ઉપરાંત વધુ લોકોને યોજનાનો લાભ મળે તે હેતુસર એસ.બી.આઈ.ના બ્રાન્ચ ચીફ મેનેજર કુમાર રવિ રંજન, સંજય માથુર ગ્રાઉન્ડ ઉપર જઈ અને શાકમાર્કેટમાં વિક્રેતાઓને આ યોજના વિષે માહિતી આપી લોન દસ હજારની મળશે અને ક્યુઆર કોડ ઉપયોગમાં લેનારને વ્યવહાર દીઠ કેસ બેંક પણ મળશે. દીવ જીલ્લાના તમામ લારી-ગલ્લાવાળા ફેરીયા, શાકમાર્કેટના વિક્રેતાઓ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરે તેવી ચીફ મેનેજર કુમાર રવિ રંજને અનુરોધ કર્યો હતો.