કોરોના વડોદરા: એક પોલીસકર્મી અને 9 વર્ષના બાળક સહિત વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, વડોદરા કોરોનાના 122 પોઝિટિવ કેસ થયા.

Corona Latest Madhya Gujarat

વડોદરામાં એક પોલીસકર્મી અને 9 વર્ષના બાળક સહિત વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લાના ડભોઇમાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારના 52 વર્ષીય ઐયુબ તાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં બોડેલીના 9 મહિનાના બાળકનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત થયું છે. જોકે તેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 122 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરામાં આજે નોંધાયેલા 6 કેસના નામ

-જીગર વિજયભાઇ રાજપૂત(ઉ.09), આમલી ફળીયુ, નાગરવાડા
-શનાભાઇ લાલુભાઇ ચૌહાણ (ઉ.60), આમલી ફળીયુ, નાગરવાડા
-કમલેશ બિપિનચંદ્ર પટેલ (ઉ.43), સત્યમ એપાર્ટમેન્ટ, આનંદનગર, કારેલીબાગ
-ગોપાલ એસ પરિમલ (ઉ.35), તુલસીભાઇ ચાલી, સલાટવાડા
-સિદ્ધીબેન પ્રણયભાઇ પટેલ (ઉ.54) અમદાવાદી પોળ, રાવપુરા
-ઐયુબભાઇ તાઈ (ઉ.52), મહુડી ભાગોળ, ડભોઇ

આજવા રોડની ફેસિલિટી ખાતે વધુ 79 પોઝિટિવ દર્દી ખસેડાયા
ગોત્રી કોરોના હોસ્પિટલમાં 160 જેટલા શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ રાખવામાં આવ્યા હતા. આ દર્દીઓને આજવા રોડની એક ફેસિલિટી ખાતે ખસેડવાનો નિર્ણય કરાયો હતો. તે અંતર્ગત 81 દર્દીઓને સોમવારે રાત્રે 4 બસોમાં ખસેડ્યા હતા. મંગળવારે વધુ 79 દર્દીઓને ઇબ્રાહિમ બાવાની ટ્રસ્ટની ફેસિલિટી ખાતે ખસેડવામાં આવ્યાં હતા. તે પૈકીના ઘણા ખરાના રિપોર્ટ પોઝિટિવ છે પણ તેઓ આરામથી હરીફરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *