રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક થી ડભોઇ – વડોદરા બ્રાડગેજ રેલ્વે લાઇન પસાર થાય છે અને ત્યાં થી જ ડભોઇ – વડોદરા ધોરી માર્ગ પણ પસાર થાય છે જેથી ત્યાં રેલવે ફાટક પણ આવેલી છે. હાલમાં ચાલતી લોકડાઉનની પરિસ્થિતિને કારણે રેલવે લાઇન ઉપર ટ્રેનો ની અવરજવર બંધ હોય છે અને રેલ્વે વ્યવહાર બંધ હોવાથી રેલવે તંત્ર દ્વારા રેલ્વે ક્રોસિંગનું સમારકામ પણ શરૂ કરેલ છે એવા સંજોગોમાં ગતરોજ એક ગુડ્સ ટ્રેન રેલવે ટ્રેક પર આવી પહોંચી હતી ત્યારે ક્રોસિંગ ઉપર ધોરી માર્ગ ઉપરથી વાહનોની અવરજવર ચાલુ હતી.તેવા સંજોગોમાં રેલવે ફાટક બંધ કર્યા વગર જ આ ગુડ્સ ટ્રેન રેલવે ક્રોસિંગ પરથી પસાર થઇ ગઇ હતી .જેથી વાહન ચાલકોમાં અત્યંત અચરજ જોવા મળ્યું હતું અને વાહનચાલકોનો આબાદ બચાવ થયો હતો તેમજ ભયનો માહોલ સર્જાયો હતો .ત્યાંથી પસાર થતા રાહદારીઓ નું કહેવું હતું કે જો ફાટક ખુલ્લુ હોય અને આ રીતે અચાનક ટ્રેનઆવી જાય તો મોટી જાનહાનિ નો ભય રહેલો છે. આમ ફાટક ખુલ્લી હોવા છતાં ગુડ્સ ટ્રેન પસાર થઈ જતા રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી .આવો બેજવાબદાર પૂર્વક રેલવે તંત્રનો વ્યવહાર યોગ્ય નથી તે સાબિત થાય છે અને જવાબદારો સામે પગલા ભરાય તે હાલના સમયની જરૂરિયાત હોવાનું જણાઈ આવે છે.